પોરબંદર: પોરબંદર નજીક અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલો પ્રસિદ્ધ બરડો ડુંગર ટૂંકમાં એશિયાટિક સિંહોનું નવું સત્તાવાર નિવાસ સ્થાન બનશે તેવી તૈયારી ચાલી રહી છે. ગીરના સિંહો મધ્યપ્રદેશમાં વસાવવાની હિલચાલ સામે વિરોધ બાદ વનવિભાગે બરડાના જંગલને સિંહોનું બીજું ઘર બનાવવાની તજવીજ શરૂ કરી હતી. 192 ચો.કિ.મી. બરડા અભયારણ્યમાં સિંહોને વસાવતા પહેલાં તેનો ખોરાક ગણાય એવા પ્રાણીઓ સાબર, ચિતલને પણ અહીં છેલ્લા 15 વર્ષથી વસાવાઈ રહ્યા છે. આ ઉપરાંત અહીં સિંહો માટે ઘટાદાર વૃક્ષો, વૉટર પોઈન્ટ બનાવવા સહિતનું આખરી તબક્કાનું કામ પણ પૂરજોશમાં ચાલી
રહ્યું છે.
બરડો ગીરથી નજીક હોઇહવામાનમાં મોટો ફરક નથી
જો સિંહોને દેશના બીજા કોઇ જંગલમાં વસાવાય તો તેમને ત્યાંનું વાતાવરણ માફક ન પણ આવે. જોકે, બરડો ગીરથી માત્ર 100થી 150 કિ.મી. દૂર છે અને વનવિભાગ બરડાને ગ્રેટર ગીરનો ભાગ પણ ગણે છે.

