મહેસાણાઃ મહેસાણામાંથી વર્ષ 2017માં વગર પરનવાનગીએ નીકળેલી આઝાદી કૂચ યાત્રામાં વડગામ ધારાસભ્ય સહિત આરોપીઓને મહેસાણા કોર્ટે તાજેતરમાં ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમને પડકારતી મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ અરજી ફાઈલ કરવાાં આવી હતી. જેમા જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, કૌશિક પરમાર, રમુજી પરમાર, સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવાની તેમજ પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની અને કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા, આ મુજબની શરોતને આધાન જમીન આપવામાં આવ્યા હતા.

