રશિયા સાથેના લાંબા યુદ્ધનો અંત લાવવા યૂક્રેનની મહિલાની હનુમાનજીને પ્રાર્થના

Tuesday 07th June 2022 16:55 EDT
 
 

ડભોડા: ગાંધીનગરના સુપ્રસિદ્ધ ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાને ખાસ પ્રાર્થના કરવા માટે આવેલી વેલેરિયા ડોગ્રો વોલ્સકા નામની યૂક્રેનિયન મહિલા એ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતું. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને લઇને સમગ્ર વિશ્વમાં આ બંન્ને દેશોની ભારે ચર્ચા ચાલી રહી છે.
દેવી-દેવતામાં શ્રદ્ધા ધરાવતી લેડીએ ડભોડિયા દાદાના દર્શન કરીને આ બંન્ને દેશો વચ્ચે ચાલતા યુદ્ધનો અંત આવે અને શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરી હતી. યુવતીએ હનુમાનજીનો ફોટો પણ તેના ઘરના પૂજા સ્થાનમાં રાખવા માટે સાથે લીધો હતો.


comments powered by Disqus