રામ મંદિર નિર્માણના બીજા તબક્કાનો પ્રારંભ ગર્ભગૃહની પ્રથમ શિલા મૂકવામાં આવી

Thursday 09th June 2022 02:24 EDT
 
 

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પહેલી જૂનનો દિવસ ખાસ રહ્યો હતો. મંદિર નિર્માણ કાર્ય હવે બીજા તબક્કામાં પ્રવેશી ગયું છે. સીએમ યોગી આદિત્યનાથે વૈદિક મંત્રોચ્ચારણ વચ્ચે ગર્ભગૃહની પહેલી શિલા મૂકી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, છેલ્લા 500 વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી તે હવે મૂર્ત સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. ભારતની આસ્થા પર આક્રાંતાઓએ પ્રહાર કર્યો હતો, પણ અંતે ભારત અને સત્યનો વિજય થયો છે. 500 વર્ષની સંઘર્ષપૂર્ણ સાધના હતી, પણ હવે તે મૂર્ત સ્વરૂપ લેતી જોવા મળી રહી છે. દરેક ભારતીય માટે આનાથી વધુ ગૌરવની અનુભૂતિની પળ શું હોઈ શકે છે. જે આક્રાંતાઓએ ભારતના સ્વપ્નને તોડવાની માનસિકતા સહિતના નાપાક ઇરાદાઓ સાથે ભારતની આસ્થા પર પ્રહાર કર્યા હતા, તેમાં અંતે ભારતની જીત થઈ છે.
ધર્મ, સત્ય અને ન્યાયના રસ્તે જીત
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મંદિર નિર્માણ માટે પૂજ્ય સંતોનો સંઘર્ષ, શ્રદ્ધૈય અશોક સિંઘલજી જેવા મહાનુભાવો, આરએસએસ અને વિચાર પરિવાર સાથે જોડાયેલા તે લાખો કાર્યકર્તાઓનો જે પુરુષાર્થ હતો તે આજે સાકાર સ્વરૂપ લેતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આજનો દિવસ આપણને સૌને અભિભૂત કર છે. નવી પ્રેરણા આપે છે કે આપણે હંમેશાં ધર્મ, સત્ય અને ન્યાયના રસ્તા પર આગળ વધીશું તો વિજય થતા કોઈ રોકી નહીં શકે.
ભારતનું રાષ્ટ્ર મંદિર બનશે
સીએમ યોગીએ કહ્યું હતું કે મંદિરનું નિર્માણ ઝડપથી થશે. તે દિવસ હવે બહુ દૂર નથી. જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ મંદિર અયોધ્યામાં બનીને આસ્થાનું પ્રતિક બનશે. ભારતનું રાષ્ટ્રમંદિર રહેશે.


comments powered by Disqus