સોમનાથ મહાદેવને શિશ ઝુકાવતા સુપરસ્ટાર અક્ષય કુમાર

Tuesday 07th June 2022 16:48 EDT
 
 

બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર પોતાની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને લઈને સોમનાથની મુલાકાતે આવ્યા હતા. સોમનાથમાં ભોળાનાથના દર્શન કરીને તેમણે આશીર્વાદ મેળવ્યા હતા. અક્ષયકુમારની સાથે બોલિવૂડ એકટ્રેસ માનુષી છિલ્લર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પોતાા દર્શનના અનુભવનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે. આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઊર્જાનો અનભુવ કરો છો. સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે.


comments powered by Disqus