હંગેરી ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં બનાસકાંઠાની નર્તકી 30 સાથીઓ સાથે દેશનું પ્રતિનિધિત્વ કરશે

Tuesday 07th June 2022 17:00 EDT
 

યુરોપના હંગેરી દેશમાં યોજાનારા બુડાપેસ્ટ ડેનયૂબ ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલમાં ભારતને 274 વર્ષ પછી પ્રથમ વખત સ્થાન મળ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામની દીકરી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડેમનીની 30 નર્તકીઓ સાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે અને ભરતનાટ્યમ રજૂ કરી ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરશે.
યુરોપના હંગેરી દેશમાં છેલ્લા 27 વર્ષથી બુડાપેસ્ટ ડેનયૂબ ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભારતને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. સમગ્ર દેશમાંથી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડમી આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિલેક્ટ થઈ છે. જેમાં 30 નર્તકીઓ પૈકી એક વડગામ તાલુકાના કોદરામની દીકરી વિભૂતિ પ્રજાપતિ પણ છે. જે ટીમ સાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે અને ભરતનાટ્યમ રજૂ કરી ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરશે. વિભૂતિના પિતા મનોજભાઈ પ્રજાપતિ સુરતમાં બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેણી પહેલા ધોરણથી જ ભરતનટયમ્ શીખતી હતી અને 2021માં જુલાઈ માસમાં ભરતનાટ્યમની ઓરંગનેત્રમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.


comments powered by Disqus