આફ્રિકામાં કોક્રોચ ફાર્મિંગનું વધતું વલણ

Wednesday 09th February 2022 07:10 EST
 
 

ડોડોમાઃ આફ્રિકામાં આહારમાં જીવજંતુના ઉપયોગનો ઈતિહાસ ખૂબ લાંબો છે. પરંતુ, ઈન્સેક્ટ ફાર્મિંગનો અભિગમ નવો છે. દુનિયામાં આહારમાં લઈ શકાય તેવા જીવજંતુની જે ૨,૧૦૦ પ્રજાતિ છે તેમાંથી ૨૫ ટકા આફ્રિકામાં ખવાય છે. હજારો પ્રકારની ખાદ્ય જીવજંતુની પ્રજાતિમાંથી ૧૮ને ફાર્મિંગ અને પશુઓના આહાર માટે અથવા માણસો તેનો સીધો જ ખાવામાં ઉપયોગ કરી શકે તે માટે યોગ્ય ગણાવાયા છે.આ જીવજંતુઓમાં કોક્રોચ એટલે કે વંદો પણ એક છે. આફ્રિકામાં આ પ્રકારના ફાર્મિંગનું વલણ વધી રહ્યું છે. ઓનલાઈન રિપોર્ટ મુજબ લોકોએ સેંકડો વર્ષોથી જીવજંતુઓ અને હાઈડ્રો-ફોનિક્સ પાક ખાધો છે. પરંતુ, તેની ખેતી નવી બાબત છે. ટાન્ઝાનિયામાં વંદાના સંવર્ધનમાં ડેનિયલ વેહુરા અગ્રણી છે. યુવાનોની દ્રષ્ટિએ છ પગવાળા જંતુ સોના જેવા છે. તે એક કિલો દીઠ પાંચ યુરોના ભાવે તેનું વેચાણ કરે છે. તેમના મુજબ આ પ્રકારનું ફાર્મિંગ સસ્તું પડે છે 


comments powered by Disqus