અમદાવાદ: જાસપુર ખાતે ઉમિયા માતાજીના સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.આ મંદિરમાં અત્યાર સુધીમાં ૫૦૦ કરોડથી વધારે દાન એકત્રિત થયેલું છે. ૩ વર્ષ પહેલાં માતાજીનો રથ સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ કરવા નીકળ્યો હતો. માત્ર અમદાવાદમાં જ રથ રોજના ૫૦ લાખનું દાન એકત્રિત કરતું હતું, પરંતુ છેલ્લાં ૩ વર્ષમાં રથ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને રૂ. ૩૫ કરોડ દાનની રકમ એકત્ર કરી છે. મંદિરમાં દાન એકત્ર કરનાર રથે અત્યાર સુધીમાં ૨૫૦૦થી વધુ કિમી પરિભ્રમણ કર્યું છે. અગાઉ મંદિરમાં શિલાન્યાસ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી.

