કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ ૪૩૯ આતંકી ઠાર

Wednesday 09th February 2022 07:50 EST
 
 

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ સુરક્ષા દળોએ જુદા જુદા ઓપરેશનમાં ૪૩૯ આતંકવાદઓને ઠાર માર્યા છે. જ્યારે ૧૦૯ સુરક્ષા જવાનો શહીદ થયા છે, અને ૯૮ નાગરિકો મૃત્યુ પામ્યા છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાજ્યમાં કુલ ૫૪૧ આતંકવાદી ઘટનાઓ નોંધાઇ છે. બજેટ સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.
મંગળવારે સંસદમાં સામાન્ય બજેટની રજૂઆત બાદ નિત્યાનંદ રાયે બીજી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્વે આ માહિતી આપી હતી. યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન એક્ટ) હેઠળ ૪૨ આતંકવાદી સંગઠનોને પ્રતિબંધિત જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કર્યા પછી, ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ, બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus