કઠલાલ: ધંધુકામાં થયેલ હિન્દુ યુવકની હત્યાના પડઘા હવે અન્ય જિલ્લામાં પડી રહ્યા છે. ખેડાના કઠલાલમાં મુસ્લિમ યુવકે હિન્દુઓની લાગણી દુભાય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઘટનામાં બંને પક્ષે ૩ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. જે મામલે કઠલાલ પોલીસે બંને પક્ષની ક્રોસ ફરીયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કિશન હત્યા કેસમાં આરોપીઓને સજા અપાવવા આણંદના તારાપુરના નગરજનોએ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ આણંદના પેટલાદ તાલુકામાં પણ ધાર્મિક લાગણી મુકતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકાતાં બે યુવકો વચ્ચે ઉગ્ર ભાષામાં બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન, બંનેએ એકબીજાને ધમકી આપતાં મામલો પેટલાદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આમ ધંધુકાના બનાવને પગલે ચરોતરનું વાતાવરણ પણ ડહોળાયું હતું.
