છેવટે ભાજપ ‘આશ્રિત’ વોરાને ચેરમેનપદેથી તગેડી મુકાયા

Wednesday 09th February 2022 08:52 EST
 
 

ગાંધીનગરઃ સરકારી નોકરીના વેપારનું બજાર ખોલી લાખો મહેનતકશ યુવાનોના સપનાંની સૌદાબાજી કરનારા ભાજપ ‘આશ્રિત’ અસિત વોરાને છેવટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSBના ચેરમપદેથી તગેડી મૂકાયા છે. સોમવારની બપોરે વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામું આપ્યું હતું. આ સાથે જ GSSSBનું સમગ્ર સંચાલન સામાન્ય વહિવટ વિભાગ GAD ને હવાલે થઈ ગયું છે.

બળવંતસિંહ, આઈ.કે. જાડેજા, ગજેરા મૂળુ બેરા સહિત ૬ ચેરમેનો ઘરભેગા

મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન આંકોલિયા, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેનપદેથી મધુ શ્રીવાસ્તવ સહિત ૬ ચેરમેનોના રાજીનામા બાદ સોમવારે બોર્ડ નિગમોમાથી વધુ ૬ ચેરમેનોએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપ્યા હતા. દિલ્હી સ્થિત ભાજપ હાઇકમાન્ડના આદેશને પગલે સોમવારે જીઆઈડીસીમાંથી બળવતસિંહ રાજપુત, ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિતમાંથી આઈ.કે. જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાંથી મૂળુભાઈ બેરા, બિન અનામત આયોગમાંથી હંસરાજ ગજેરા, રશ્મિ પંડ્યા, સુનિલ સિંધીએ રાજીનામા આપ્યા હતા. આ તમામ પદો ઉપર આગામી ટૂંક જ સમયમાં ભાજપમાંથી રાજકિય વ્યક્તિઓને ચેરમેન વાઈસ ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિયુક્તિ થશે.


comments powered by Disqus