જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈટ તરીકે ઘોષિત કરાયું

Wednesday 09th February 2022 08:34 EST
 
 

જામનગરઃ ગુજરાતના ગૌરવમાં વધુ સિદ્ધિનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભ્યારણ્યને રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આ સાથે જ હવે દેશમાં રામસર સાઈટની સંખ્યા કુલ ૪૯ થઈ છે. પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય તેવા આદ્ર (ભેજવાળા) સ્થળોને જ્યાં પ્રવાસીઓની સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાઓને ધ્યાને લઈ રામસર સાઈટ તરીકે ગણના કરી આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે તે સાઈટને સંરક્ષણ આપવામાં આવે છે. જેમાં આ શ્રેણીમાં સાઈટનું પ્રથમ બહુમાન ૧૯૮૧માં ઓડિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના દેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યું હતું. વર્ષ ૨૦૧૨માં ગુજરાતના નળ સરોવરને પ્રથમ રામસર સાઈટ જાહેર કર્યા બાદ મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીક વઢવાણ તળાવને પણ રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના જામનગર શહેર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્યનો સમાવેશ કરતા કુલ હાલ સુધીમાં ગુજરાતની ૪ સાઈટને દેશની કુલ ૪૯ સાઈટ્સને રામસર સંરક્ષણ યાદીમાં સમાવિષ્ટ થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. 


comments powered by Disqus