પદ્મવિભૂષણથી સન્માનિત સચ્ચિદાનંદ સ્વામીનું વડતાલમાં અભિવાદન

Tuesday 08th February 2022 14:07 EST
 
 

વડતાલઃ પદ્મવિભૂષણથી સન્માનિત વિચારક્રાંતિના પ્રણેતા સચ્ચિદાનંદજી સ્વામીને વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મુકામે દર્શન માટે આવ્યા ત્યારે રાષ્ટ્રીય સન્માન પદ્મવિભૂષણ મેળવવા બદલ અભિવાદન કરાયું હતું. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, નૌતમ સ્વામી, શુકદેવ સ્વામી, ગોવિંદ સ્વામી, શ્યામ સ્વામી વગેરે સંતોએ હાર શાલ પુસ્તકો અર્પણ કરીને સન્માન કર્યું હતું સ્વામીજીએ આ તકે જણાવ્યું હતું કે, ‘માત્ર મારું નહીં સાધુ સમાજનું સન્માન છે. 


comments powered by Disqus