વડોદરા: ફતેસિંહરાવના પ્રથમ પત્ની પદ્માવતિ રાજે બીમાર હતા તો લતાજી જાતે રસોઇ બનાવીને ટિફિન લાવતા હતા. જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે કે ‘મહારાજા ફતેસિંહરાવના પ્રથમ પત્ની પદ્માવતિ રાજે સાથે લતાજીને ખુબ સારી મિત્રતા હતી. પદ્માવતિ રાજે જોધપુરના મહારાજા ઉમેદસિંગજીના એક માત્ર કન્યા સંતાન હતા. ૧૯૫૦માં ફતેસિંહરાવ સાથે તેમના વિવાહ થયા હતા અને ૧૯૮૪માં તેઓનું અવસાન થયું હતું.
પદ્માવતી રાજેને કેન્સર થયુ હતુ અને સારવાર માટે તેઓ મુંબઇમાં જુહુ સ્થિત બંગલામાં રોકાયા હતા. લતાજી સાથે તેઓને મિત્રતા હોવાથી લતાજી ગીતોના રેકોર્ડિંગના વ્યસ્ત શિડયૂલ વચ્ચે પણ જાતે રસોઇ બનાવીને પદ્માવતી રાજે માટે ટિફિન લાવતા હતા.
