બાડમેરમાંથી રૂ. ૩૫ કરોડનું ૧૪ કિલો હેરોઈન જપ્ત કરાયું

Wednesday 09th February 2022 08:49 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાંથી હેરોઇન પકડાવાનો સિલસિલો ચાલુ છે પહેલી વાર બીએસએફના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પરથી ૧૪ કિલોગ્રામ ૩૫ કરોડનુ હેરોઇન જપ્ત કર્યું છે. ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર પરથી જુલાઇ અને ઓગસ્ટમા હેરોઇનના કન્સાઇમેન્ટ યેનકેન પ્રકારે ક્લીયર કરી લીધા હતા. જુલાઇ અને ઓગષ્ટમાં બીએસએફની ટીમે બાડરમેર બોર્ડર અને જયપુર નજીકથી હેરોઇનના કન્સાઇનમેન્ટ જપ્ત કરીને તપાસ ચાલુ રાખી હતી. તેમ છતાં એક કન્સાઇનમેન્ટ નિકળી ગયું હતું જે ગુજરાતમાં ડિલીવર કરવાનું હોવાથી ગુજરાતની બોર્ડર નજીક છુપાવીને રાખ્યુ હતુ.
ગુજરાતની બોર્ડરમાં ૩૫ કરોડનું હેરોઇન છુપાવીને ડ્રગ્સ માફિયા રાજસ્થાન પરત જતા રહ્યા હતા. બીએસએફના બોર્ડર પર તૈનાત જવાનોએ કેટલાક ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કેટલીક એવી માહિતી મળી હતી કે, પાકિસ્તાનથી હેરોઇન આવે છે પણ તેઓ માત્ર ડિલીવરી લઇને સપ્લાય કરવાનુ કામ કરે છે. ઇન્ટેલીજન્સ એજન્સીઓને કેટલાક ઇનપુટ મળ્યા હતા કે, જુલાઇ અને ઓગસ્ટમાં ડ્રગ્સ માફિયા ગુજરાતની બોર્ડર પર હેરોઇન છુપાવ્યુ છે પણ તેઓ ડિલીવર કરી શક્યા નથી. બીએએફ અને ગુજરાત એટીએસની ટીમે મોટી માત્રામાં હેરોઇન જપ્ત કરીને ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરતા થોડા સમય માટે રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરાફેરી બંધ કરી દીધી હતી. ગુજરાતની બોર્ડર પરથી હેરોઇન પકડાયુ છે તે અગાઉના કન્સાઇનમેન્ટનો એક ભાગ છે.


comments powered by Disqus