સુરત: સાગબાર તાલુકાના ઓપડવાવના ૧૦૦ વષીય દિતુબહેન સુરજીભાઇ વસાવાને આંખમાં ફોલ્લી થઇ હતી. જ્યાં ખંજવાળી નાંખતા લોહી નીકળતું હતું તેણીને માંડવીની તેજસ આંખની હોસ્પિટલના સારવાર અર્થે લઇ ગયા હતાં. જ્યાં તેઓની તપાસ કરતા તબીબી પણ ચોંકી ઉઠ્યા હતા. તેમની આંખોમાં ઇયળો (કીડા)ની સંખ્યા હોવાનું ધ્યાને આવતાં તેઓના તાત્કાલિક ઓપરેશનની પરીવારજનોને સલાહ આપી દીધી. દીતુબેનનું ઓપરેશન કરતાં ૪૦ જેટલી ઇયળો વૃદ્વાની આંખના ભાગેથી કાઢી હતી. આટલી મોટી સંખ્યામાં ઇયળોની હેરાન-પરેશાન થઇ ગયેલા વૃદ્વોએ ઓપરેશન બાદ નિરાંત અનુભવી હતી. છેલ્લા છ મહિનાથી પીડામાં કણસતા હતાં. વિના મૂલ્યે ઓપરેશન કરી વહીવટકર્તાઓએ સાચા અર્થમાં મોટો સેવાયજ્ઞ કર્યો હતો.
