અમદાવાદઃ ગુજરાતમાં સતત ૬ દિવસથી કોરોનાના નવા કેસ ઘટાડો થઈ રહ્યો છે. ૧૦ દિવસ બાદ રાજ્યમાં કેસ ૧૨ હજારથી ઘટીને ૨૫૦૦ થઈ ગયા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૫૦૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૮ દર્દીના મોત થયા છે. ઉપરાંત ૭૪૮૭ દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૬.૩૨ ટકા થઈ ગયો છે. રાજ્યમાં સતત ૧૦ દિવસથી નવા કેસ ૧૦ હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના ૧૯૯ દર્દી થઈ ગયા છે.
કોરોનાથી ૨૮ના મોત થયા
અમદાવાદમાં ૮૯૪ કેસ, વડોદરામાં ૫૪૬ કેસ, રાજકોટમાં ૧૭૩ કેસ, સુરતમાં ૧૫૫ કેસ અને ગાંધીનગરમાં ૧૨૪ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૬, રાજકોટમાં ૪, વડોદરા શહેર અને ભરૂચ જિલ્લામાં ૩-૩ મોત થયાં છે. જ્યારે સુરત શહેર, મહેસાણા અને વલસાડ જિલ્લામાં ૨-૨ મોત નોંધાયા છે. તો ભાવનગર શહેર, મોરબી, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં ૧-૧ મોત નોંધાયું છે.
