વિરપુરઃ યાત્રાધામ વિરપુરને મહા સુદ બીજ આ વર્ષ બીજી ફેબ્રુઆરીના દિવસે સંત જલારામ બાબાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી ૨૦૨ વર્ષ પૂર્વે વિરપુર ખાતે ભૂખ્યા લોકો માટે સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. જે સદાવ્રત અન્નક્ષેત્રને ૨૦૨ વર્ષ પૂર્ણ થયા છે. જલારામ બાપાની જગ્યા કોઈપણ જાતની ભેટ સોગાત કે દાન ન સ્વિકારવાનો નિર્ણયને પણ ૨૨ વર્ષ પૂર્ણ આજ માસમાં જ થાય છે. મહા સુદ બીજ, ૨ તારીખ બીજો મહિનો અને ૨૦૨૨ના સંયગોને લઈને અમરેલીના ફતેપુરથી શ્રી ભોજલરામ બાપા પણ પોતાના પરિવારજનો સાથે વીરપુર શ્રી જલારામ બાપાના દર્શન કરવા, તેમજ મહાપ્રસાદ લેવા માટે વીરપુર આવ્યા હતા. જલિયાણ ધામ એટલે જલારામ બાપે આપેલ સૂત્ર ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ એટલે જલારમ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રને આજે ૨૦૨ વર્ષ પૂર્ણ થતા જલારામ ભક્તોમાં પણ ખુશી છે. તેમજ છેલ્લા ૨૦૨ વર્ષની કોઈપણ ભક્ત અહીંથી પ્રસાદ લીધા વગર ન જાય તેને ધ્યાને લઈ બપોરે અને સાંજના સમયે સદાવ્રત અન્નક્ષેત્ર આજે પણ ૨૦૨ વર્ષ થયા ચાલી રહ્યું છે. જેમાં ભાવિભક્તો બાપાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે.

