સુરતમાં ‘આપ’ના ૫ નગરસેવકોએ ભાજપનો ખેસ પહેરી લીધો

Tuesday 08th February 2022 14:35 EST
 

સુરત:  ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. તાજેતરમાં પ્રદેશના બે નેતાઓના રાજીનામા બાદ હવે સુરતમાં ‘આપ’ના ૨૭ પૈકી એક જ સાથે ૫ નગરસેવકોએ રાતોરાત આમ આદમી પાર્ટીને રામ રામ કરી ભાજપનો ખેંચ પહેરી લેતા આપમાં ભકંપની સ્થિતિ સર્જાઇ છે. ફેબ્રુઆરી-૨૦૨૧માં પાલિકાની ચૂંટણીમાં આપના ૨૭ નગરસેવરો ચૂંટાયા હતા. મનપાની ચૂંટણીના ૧ જ વર્ષમાં ૨૮માંથી પાંચ નગરસેવકો ભાજપમાં જોડાઇ ગયા છે. એક દિવસ પહેલા આપના બે નગર સેવરોએ પત્રકાર પરિષદ યોજી તેઓને ભાજપના માણસો ફોન કરીને પૈસા સાથે ધામધમકી આપીને આપ પાર્ટી છોડવા ઓફર કરી હોવાનો આરોપ મુક્યો હતો. જેના બીજા જ દિવસે આપના ૫ નગરસેવકો પાલિકાના વિપક્ષના દંડક ભાવના સોલંકી વિપુલ મોવલિયા, ઋતા કાંકડિયા, મનીષા કુકડિયા અને જ્યોત્કિા લાઠિયા ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપામાં જોડાયા છે. સમગ્ર ઘટનામાં આપના પક્ષપલટું ૫ નગરસેવક પૈકી મૂળ સુત્રધાર વિપુલ મોવલિયા હોવાનું આપનો પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. 


comments powered by Disqus