૪.૮૫ લાખ ઇન્ટરનેશનલ પેસેન્જર સાથે અમદાવાદ એરપોર્ટ ૧૦મા ક્રમે

Wednesday 09th February 2022 08:31 EST
 
 

અમદાવાદ: ડિસેમ્બરમાં અમદાવાદ એરપોર્ટ પરથી ૬.૬૩ લાખ ડોમેસ્ટિક પેસેન્જર સાથે અમદાવાદ દેશમા ૮ મા સ્થાને જ્યારે ઈન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં 88,286 પેસેન્જર સાથે 9મા સ્થાને રહ્યું છે. જ્યારે વર્ષ ૨૦૨૧માં અમદાવાદથી ૫૧.૯૮ લાખ પેસેન્જરોએ મુસાફરી કરતા દેશમાં પેસેન્જર સંખ્યામાં ૭ મા સ્થાને, ૪,૮૫ લાખ ઈન્ટરનેશનલ પેસેન્જરો સાથે ૧૦ મા સ્થાને રહ્યું હતું. જ્યારે દેશમાં સૌથી વધુ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા સાથે દિલ્હી પહેલા નંબરે રહ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પરથી જાન્યુ.થી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન કુલ ૫૬.૮૪ લાખ પેસેન્જરોએ મુસાફરી કરતા દરરોજના પેસેન્જરોની સરેરાશ સંખ્યા ૧૫૫૭૩ રહી હતી, જેની સામે ડિસેમ્બર ૨૦૨૧માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૭૫૧૪૭૬ પેસેન્જરોએ મુસાફરી કરતા એક દિવસમાં સરેરાશ ૨૪૨૪૧ પેસેન્જરો નોંધાયા હતા.


comments powered by Disqus