ગાંધીનગર: રાજકોટ પાસેની જમીનમાં ઝોન ફેરફાર કરીને 500 કરોડનું કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં કોંગ્રેસના આગેવાનો સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના વકિલ સાથે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસના આગેવાનોએ તાજેતરમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં રાજકોટમાં સહારાની જમીનમાં ઝોન ફેરફાર કરીને 500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે કોંગ્રેસે પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતીન ભારદ્વાજ, સહિતના સામે સીબીઆઇ તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના આ આક્ષેપ બાદ પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના આગેવાનોને આ મામલે પુરાવા રજુ કરવા ચેલેન્જ ફેંકી હતી. આ મામલે તેઓને બે દિવસ પુર્વે નોટિસ પણ મોકલી માફી નહી માંગે તો બદનક્ષીની ફરિયાદ કરાવની ચીમકી આપી હતી.

