નવસારીના વાંસી-બોરસીમાં ટેક્સ્ટાઈલ પાર્ક સ્થાપવાની જાહેરાત

Tuesday 08th March 2022 14:53 EST
 

અમદાવાદઃ ગુજરાત સરકારના વર્ષ 2022-23ના અંદાજપત્રમાં નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે ટેક્સ્ટાઈલ પાર્ક સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટેક્સ્ટાઈલ પાર્ક મેળવવા માટે અમદાવાદ અને સુરતના નામ ચર્ચામાં હતા પરંતુ તેમાં દક્ષિણ ગુજરાતને સફળતા મળી છે. જેના કારણે આવિસ્તારમાં રોજગારીને વેગ મળશે.
અંદાજપત્રમાં જોગવાઈ કરાઈ છે કે કેન્દ્ર સરકારની પીએમ-મિત્ર યોજના હેઠળ રોજગારીનું વિપુલ સર્જન કરવા અદ્યતન સુવિધા ધરાવતાં ટેક્સ્ટાઈલ પાર્ક નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે સ્થાપશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને સુરત કાપડ બંને શહેરો ટેક્સ્ટાઈટલ માર્કેટ માટે ખૂબ જાણિતા છે. હવે નવસારીમાં ટેક્સ્ટાઈટલ પાર્ક બનતા આ વિસ્તારમાં વિકાસને ગતિ મળી રહેશે. નવસારી વિસ્તારમાં ટેક્સ્ટાઈટલ પાર્કનો સીધો અને આડકતરો લાભ દક્ષિણ ગુજરાતના અનેક એકમોને પણ મળશે તેમાં શંકાને જરા પણ સ્થાન નથી.


comments powered by Disqus