નવી દિલ્હીઃ પેલેસ્ટાઈનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂતનું અવસાન થયું છે. પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્ય રમલ્લા સ્થિત દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂતના નિધન પર ટ્વીટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, પેલેસ્ટાઈનના રમલ્લામાં ભારતના રાજદૂત મુકુલ આર્ય રવિવારે દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુકુલ આર્યના મૃત્યુના કારણ અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યના નિધન અંગે જાણકારી આપી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કર્યું છે કે તેઓ રમલ્લામાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છે.

