પોલેન્ડમાં રહેતા સુરતી અને તેના ગ્રુપે ભારતના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી

Tuesday 08th March 2022 14:58 EST
 
 

સુરત: એક ગુજરાતી વિશ્વમાં ગમે ત્યાં જાય તેની મદદ કરવાનો સ્વભાવ છોડતો નથી અને આ વાત નહીં મૂળ સુરતના પરંતુ હાલ પોલેન્ડમાં રહેલા સુરતી સાર્થક કરી છે. તેજસ સોનાણી હાલે પોલેન્ડમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સાથે મેડિકલ હેલ્પ પણ કરી રહ્યા છે.
યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં સ્વામિનારાયણ સંસ્થા BAPSના સ્વયંસેવકોની સાથે ૧૧ યુવાઓનો પણ જોડાયા છે. જેની શરૂઆત મૂળ સુરતના ૨૫ વર્ષીય યુવાન તેજસ સોનાણી એ કરી છે. ઓલપાડના કરમલા ગામના તેજસભાઇ ૩ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર પોલેન્ડ ગયા હતા. હાલ તેમણે ત્યાં તેમનો બિઝનેશ શરૂ કર્યો છે અને તેમનું ભણવાનું એક મહિના પહેલાં જ પૂર્ણ થયું છે. યુદ્વને કારણે મોટેભાગે ગુજરાતી સહિતના ભારતીય વિદ્યાર્થીઓ પોલન્ડ સરહદે ગયા હતા. જ્યાં માઇનસ ૭થી ૧૦ ડિગ્રી ટેમ્પરેચર તેમજ અન્ય કોઇ સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેને લઇને તેજસભાઇએ તેમના અન્ય ૧૦ મિત્રોની મદદથી બોર્ડરથી થોડા કિલોમીટર દુર એક ફૂટ ટ્રક શરૂ કરી ભારતીય વિદ્યાર્થીઓને જમવાનું આપવાનું શરૂ કર્યું હતું.


comments powered by Disqus