અમદાવાદ: રાજ્યકક્ષાના મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે એક ભાજપના મહિલા કાર્યકર્તાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી. બાદમાં મંત્રીએ લગ્નકરવાની ના પાડીને જાતિ વિષયક શબ્દો બોલીને ભાજપની મહિલા કાર્યકર્તાને તરછોડી દીધી હતી. જેના પગલે મહિલાએ ગાંધીનગરમાં મંત્રી વિરુદ્ધ પોલીસને અરજી આપી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અંતે મહિલાએ સીબીઆઈને લેખિતમાં જાણ કરીને હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેથી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર અવારનવાર કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચવા ભાજપની મહિલાન ઘરે ગૂંડાઓ મોકલીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. મહિલા કાર્યકર્તાએ કંટાળીને મચ્છર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે આપઘાતના પ્રયાસ અંગે મહિલા કાર્યકર્તાનું નિવેદન નોંધીને મંત્રી ગજેન્દ્રસિંહ સામે કાર્યવાહી હાથ ધરી છે.
