વડોદરા: વડોદાર, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાતના અનેક શિવ મંદિરોમાં ભગવાન શિવનું વાહન નંદીની પ્રતિમા પાણી તથા દૂધ પીવાના ચમત્કારથી નંદી મહારાજને પાણી પીવડાવવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પાણી તથા દૂધની ચમચી નંદી મહારાજના પ્રતિમાના મુખ પાસે અડાળવાતી પાણી અને દૂધ ચમચીમાંથી ગાયબ થઈ જવાની આ ચમત્કારી ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળે ટોળા મંદિરોમાં ઉમટી પડ્યા હતા.
છોટાઉદેપુર આસપાસના વિસ્તારમાં આ અલૌકિક ચમત્કાર થતા ભક્તો શિવ મંદિરોમાં તોડી આવ્યા હતા અને નંદી મહારાજને દૂધ અને પાણી પીવડાવવાનો લ્હાવો લીધો હતો. છોટાઉદેપુર નગરમાં ઓરસંગ નદી કિનારે આવેલા પ્રસિદ્ધ શ્રી જાગનાથ મહાદેવ મંદિર તથા કામનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનો ભારે ધસારો થયો હતો. સમગ્ર છોટાઉદેપુર નગરમાં આ ચમત્કારિક ઘટના બનતા સમગ્ર નગરમાં ધાર્મિક વાતાવરણ ફેલાઈ ગયું હતું. અને ભક્તિભાવપૂર્વક લોકો પાણી દૂધ પીવડાવીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.
આ ઉપરાતં ક્વાંટ નગરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં કાચબો અને નંદી બપોરે 4.30 કલાકે પાણી પીવે છેની વાત વાયુવેગે પ્રસરતા મંદિરમાં નંદીને પીણી પીવડાવવા નગરજનોનો ધસારો થયો હતો.
શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી એ ઉક્તિ મુજબ ક્વાંટ નગરમાં મહાદેવના મંદિરના પુજારી દ્વારા નંદીને ચમચીથી પાણી પીવડાવી રહ્યા છે અને નંદી પાણી પીવે છે જે વાત નગરમાં વાયુવેગે પ્રસરતા નગરજનોના ટોળે ટોળા મંદિરમાં ઉમટી પડ્યા હતા અને નંદીને પાણી પીવડાવવા માટે પડાપડી કરી હતી.

