રાજકોટ: રાજકોટમાં 150 ફ્ટ રિંગ રોડ પર આવેલ ઇમ્પિરિયલ હાઇટસમાં જુલીયાના શો રૂમ ધરાવતા નીતિનભાઇ કામદારના ભાણેજનું પરિવાર સાથે કાર અકસ્માતમાં મલેશિયા ખાતે નિધન થતા કામદાર તથા દામાણી પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
નીતિનભાઇ કામદારે જણાવ્યું કે, મારો ભાણેજ મિલનભાઇ દામાણી, ટીવીશા દામાણી તથા તેમના બે પુત્રો ઇશાન(ઉ.2) રિહાન (ઉ.3) મલેશિયામાં કાર રસ્તે જતા હતા. ત્યારે ભયંકર અકસ્માતમાં ભાણેજ સહિત ચારેયના ઘટના સ્થળે મોત થયા છે. મિલનની ઉંમર 32 વર્ષની અને ટિવીશાની ઉંમર 30 વર્ષની હતી. મિલનની માતાનું નામ વર્ષાબેન છે તેઓ કામદાર પરિવારના બહેન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનંતભાઇ કામદાર તથા હરસુખભાઇ કામદાર પરિવારે જૈન તથા ઇતર સમાજ માટે સેવાકાર્યો કર્યા છે. દાનની ધારા વહાવી છે.
