યુક્રેનના યુદ્ધ અસરગ્રસ્તોને મોરારિબાપુની રૂ. સવા કરોડની સહાય

Tuesday 08th March 2022 15:06 EST
 
 

અમદાવાદઃ લોનાવાલા ખાતે મોરારિબાપુ દ્વારા રામકથાનું આયોજન કરાયું હતું. રામકથાના અંતિમ દિવસે વ્યાસપીઠ ઉપરથી યુક્રેનના યુદ્ધ અસરગ્રસ્તોને મોરારિબાપુ રૂ. સવા કરોડની જાહેરાત કરી હતી. ના માત્ર ભારતીયો પરંતુ કોઈપણ દેશના નાગરિકો કે જેઓ યુદ્ધમાં ખુવારી વેઠી યાતના ભોગવી ચૂકેલા હોય તેઓના માટે સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને વતન પરત લાવવા માટે ચલાવાયેલું ઓપરેશન ગંગાની પણ મોરારિબાપુએ પ્રશંસા કરી હતી.


comments powered by Disqus