રાજકોટ: મૂળ ઉપલેટાના ઝાંઝમેરના અને હાલ શહેરના ઇન્દિરા સર્કલ નજીક અંજની ટાવરમાં રહેતા અને રૈયા ટેલીફેન એક્સચેન્જ પાસે નક્ષત્ર બિલ્ડીંગમાં બીજા માળે કલ્પતરુ નામે ઓફીસ ધરાવતા પાટીદાર અગ્રણી, એડવોકેટ, બિલ્ડર મહેન્દ્રભાઈ કેશવભાઈ ફ્ળદુ ઉ.56એ સવારે સાડા સાતે ઘરેથી નીકળી ઓફીસ આવી ઝેરી દવા પી પંખામાં દોરી બાંધી ફસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે ઘરેથી ઓફીસ ગયેલ ડ્રાયવર જોઈ જતા પરિવારને જાણ કરી બેભાન હાલતમાં સિવિલ હોસ્પીટલે ખસેડતા તબીબોએ મૃત જાહેર કરતા યુનીવર્સીટી પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે મૃતકના પૂત્ર પ્રિયાંક ફળદુની ફરિયાદ પરથી યુનિ. પોલીસે એમ.એમ. પટેલ, અમિત જયમલભાઈ ચૌહાણ (રહે. બન્ને રાજકોટ) અને અમદાવાદાના અતુલ મહેતા, દીપક મણીલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ અને પ્રકાશ ચંદુલાલ પટેલ સામે પિતાને મરવા મજબૂર કરવા તેમજ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગૂનો નોંધી આરોપીઓને પકડવા સીટની રચના કરી જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. રાજકોટના જાણીતા બિલ્ડર, પાટીદાર આગેવાન, ક્લબ યુવીના સ્થાપક મહેન્દ્રભાઈ ફ્ળદુએ આપઘાત કરી લેતા મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો હોસ્પીટલે દોડી ગયા હતા બનાવને પગલે ઘેરો શોક વ્યાપી ગયો છે મૃતક ત્રણ ભાઈમાં મોટા હોવાનું અને સંતાનમાં એક પુત્ર પ્રિયાંક છે.
કોણ હતા મહેન્દ્રભાઈ ફળદુ
મહેન્દ્ર ભાઈ ફળદુ ક્લબ યુવીના સ્થાપક હતા સરદારધામના ટ્રસ્ટી તથા સૌરાષ્ટ્ર ઝોનના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. ઉમિયા માતાજી સીદસર મંદરિના ધ્વજારોહણ સમિતિના ચેરમેન પણ હતા. તેમજ કારોબારી સમિતિના સભ્ય. વીવાયઓ શ્રીનાથધામ હવેલીના પ્રમુખ ફિલ્ડમાર્શલવાડી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળમાં સેવા આપી ચૂક્યા છે. ગુજરાત બહાર એસોસિએશન અમદાવાદના ઉપપ્રમુખ અને શરાફી મંડળી ફેડરેશનના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા.
મુખ્ય આરોપી દીપક પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ઉપપ્રમુખ!
રાજકોટના પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં મુખ્ય આરોપી તીરકે ઓજોન ગ્રૂપની ચંડાળ ચોકડી છે. જેમાં મુખ્ય સૂત્રદાર દીપક પટેલ અમદાવાદની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ઉપપ્રમુખ છે. ત્યારે નાણાકીય ગોટાળામાં અને કોઈને મરવા મજબૂર કરવામાં જેમનું નામ આવ્યું હોય તેવા દીપક પટેલને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ કેમ સાચવે છે? તેવો પાટીદારોમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. રાજકોટના પાટીદાર અગ્રણી અને ટોચના ધારાશાસ્ત્રી મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લીધો હતો. તેમણે સ્યુસાઇડ નોટ અને ઓડિયોમાં તેમના મોત માટે અમદાવાદના ઓજોન ગ્રૂપની ચંડાળ ચોકડી દીપક મણિલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને અતુલ મહેતા સહિતનાને જવાબદાર ઠેરવ્યા હતા.

