વડોદરા: વડોદરામાં કોરોના બાદ પાંચમાં શહેર માટે ડોમેસ્ટિક ફ્લાઇટનો પ્રારંભ થયો છે. ૧ માર્ચ અને શિવરાત્રીથી વડોદરા જયપુર માટે નવી ફ્લાઇટ શરૂ થતાં વોટર કેનન સેલ્યૂટની સ્વાગત કરાયું હતું. એરપોર્ટ એડવાઇઝરી કમિટી અને ડાયરેક્ટર સહિત એરપોર્ટના અધિકારીઓ અને સીઆઇએસએફ દ્વારા મુસાફરોનું સ્વાગત કરાયું હતું. જ્યપુરની વડોદરા બપોરે ૧૨-૪૦ વાગે આવેલી ખાનગી એરલાઇન્સની ફ્લાઇટનો વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટની પરંપરા મુજબ વોટર કેનન સેલ્યુટની સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલી ફ્લાઇટમાં જયપુરથી ૪૬ મુસાફરો વડોદરા આવ્યા હતા. જ્યારે ૬૬ મુસાફરો વડોદરામાં જયપુર જવા રવાના થયા હતા.

