મેહસાણા-વિસનગર: વિસનગર સવાલા ગામના એસ.વી.ફાર્મમાં કોંગ્રેસ અગ્રણી વજીરખાન પઠાણના દીકરા શાહરૂખના લગ્નના રિસેપ્શનમાં જમણવાર બાદ ૧૫૦૦ લોકો ફૂટ પોઇઝનિંગનો શિકાર થતાં હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા હતા. દર્દીઓને મહેસાણા, ઊંઝા, વડનગર અને ખેરાલુની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે જમાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં આરોગ્યની એક ટીમ વિસનગર મોકલી દેવાઇ હતી. કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસવડા પણ વિસનગર આવી ગયા હતા.
