શાહરૂખ ખાને માફી માંગી વળતર આપવાની તૈયારી દર્શાવી

Tuesday 08th March 2022 14:57 EST
 
 

અમદાવાદ: વર્ષ ૨૦૧૭માં રઇસ ફિલ્મના પ્રમોશન સમયે વડોદરા રેલવે સ્ટેશન પર થયેલી ધક્કામુક્કીમાં એક યુવાનનું મોત થયું હતું અરાજકતા સર્જાઇ હતી. શાહરૂખ ખાન સામે એક વ્યક્તિએ બેદરકારીની ફરિયાદ નોંધાવી હતી અને હવે મૃતકના પરિવારે પણ કેસમાં જોડાવા હાઇકોર્ટમાં અરજી કરી છે. શાહરૂખ ખાને ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં તેના તરફથી રજૂઆત કરાઇ હતી કે તે આ મુદ્દે માફી માંગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર છે.
આજની સુનાવણીમાં શાહરૂખ ખાન તરફથી હાઇકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે યુવકના મોતનું સીધું કારણ શાહરૂખનું પ્રચાર કરવા માટે આવવું ન હોઇ શકે. બીજી તરફ કોર્ટે મૃતકના પરિવારજનોને ફરી પ્રશ્ન કર્યો હતો કે ઘટનાના પાંચ વર્ષ બાદ શા માટે તેઓ ફરિયાદ કરી રહ્યા છે અને અત્યાર સુધી ક્યાં હતા.


comments powered by Disqus