ઉમા ભારતીએ પરિવારનો ત્યાગ કર્યોઃ હવે ‘દીદીમા’ તરીકે ઓળખાશે

Wednesday 09th November 2022 08:47 EST
 
 

ભોપાલ: મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ મોટી જાહેરાત કરતાં પોતાના પરિજનોનો ત્યાગ કરી ખુદને સામાજિક બંધનોથી મુક્ત કરી દીધાં છે. હવે તેઓ ‘દીદીમા’ના નામે ઓળખાશે.
ઉમા ભારતીએ કુલ 17 ટ્વિટ કરીને આ નિર્ણય પાછળના કારણો વિગતવાર જણાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે મારી સંન્યાસ દીક્ષાના સમયે મારા ગુરુએ મને તથા મેં મારા ગુરુને ત્રણ પ્રશ્નો કર્યા હતા. તેના પછી જ દીક્ષા થઇ, આ સાથે જ દેશ માટે તેમણે મને રાજકારણમાં સક્રિય રહેવાની મંજૂરી આપી હતી. રાજકારણમાં મારે મારી જાણકારીમાં સહયોગીઓની લાંચ તથા ભ્રષ્ટાચારથી દૂર રહેવું પડશે.


comments powered by Disqus