નવી દિલ્હીઃ ભીષણ ગરમી અને લૂમાં દાઝતાં દેશના લોકોને હવામાન વિભાગે ટાઢક વાળે તેવા સમચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે આ વખતે નેઋત્ય ચોમાસુ સમય કરતાં પહેલું બારણે ટકોરા મારશે.
હવામાન આગાહી અનુસાર આ વખતે 20મી મે બાદ કોઈપણ સમયે કેરળનાં આંગણે ચોમાસું આવી પહોંચી શકે છે. દેશમાં સામાન્ય રીતે 1 જૂનથી કેરળમાં ચોમાસું મંડાય છે. જોકે નવા પૂર્વાનુમાનમાં હવામાન વિભાગ ચોમાસું ગરમીમાંથી વહેલી રાહત આપે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
આ નવી આગાહી પૂણે સ્થિત આઈઆઈટીએમમાં વિકસિત મલ્ટીમોડલ એક્સેટેન્ડેડ રેન્જ પ્રિડિક્શિન સિસ્ટમનો ઉપયોગ કરીને ઇઆરએફથી આપવામાં આવી છે.
આઈઆઈટીએમનાં એક ટોચનાં નિષ્ણાંતે જણાવ્યા અનુસાર 5મી મેથી 1 જૂનની ચાર સપ્તાહની વિસ્તારિત અવધિનાં પૂર્વાનુમાન અનુસાર કેરળમાં ચોમાસુ 20મીમે પછી કોઈપણ ઘડીએ આગમન કરી શકે છે.

