કચ્છના કુંડી બેટ વિસ્તારમાંથી ચરસના બિનવારસી 8 પેકેટ મળ્યા

Tuesday 10th May 2022 15:28 EDT
 

નલીયાઃ તાજેતરમાં જખૌના દરિયાઇ વિસ્તારમાં બીએસએફને પેટ્રોલિંગ દરમ્યાન લુણા ટાપુ પરથી ચરસના ચાર પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. તા.4ના સવારે પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફની ટીમને ચરસના બિનવારસી 8 પેકેટ મળી આવ્યા હતા. જોકે, હજુ ઓપરેશન ચાલુ છે તેથી વધુ પકેટ મળવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.
કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદ પર ક્રીક વિસ્તારમાં બે વર્ષથી નશીલા પદાર્થ મળવાનું શરૂ થયું છે જે આજદિન સુધી ચાલુ રહ્યું છે. આજે બુધવારે સવારે બીએસએફની ટીમ કંપની કમાન્ડરની આગેવાનીમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમ્યાન કુંડી બેટ પરથી ચરસના બિનવારસી હાલતમાં પડેલા 8 પેકેટ મળી આવ્યા હતા. જેના પેકેટ્સ પર અરેબિકા પ્રીમિયમ એગોઇસ્ટે કૈફે વેલ્વેટ એવું લખાણ લખેલું વંચાય છે. આ પેકેટ્સ દરિયાના પાણીમાં તણાઇને આવી ગયા હોવાનું અનુમાન છે. આ ચરસના પકેટ પાકિસ્તાન તરફથી આવતી સમુદ્રી લહેરોમાંથી તણાઇને ભારતીય દરિયાઇ સીમામાં ઘૂસી આવે છે. જે બીએસએફ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા સમયાંતરે કબજે કરાતા હોય છે.


comments powered by Disqus