ભુજઃ કચ્છના દરિયા અને સિરક્રીક વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી અને ઘૂસણખોરીના કિસ્સાઓને રોકવા સીમા સુરક્ષા દળના જવાનો બાજ નજર રાખી રહ્યા છે. આ દરમિયાનમાં સિરક્રીક વિસ્તારના હરામીનાળામાં બોર્ડર પીલર નં.1158 નજીક પાકિસ્તાની માછીમારી બોટની હિલચાલ નજરે પડતાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી દલદલ અને નાળા વિસ્તારમાં પગે ચાલીને તે તરફ ધસી ગઈ હતી. જોકે, ક્રીકમાં દલદલના કારણે બોટમાં સવાર ત્રણથી ચાર માછીમારો પાકિસ્તાન તરફ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે, બીએસએફ દ્વારા બોટ કબજે કરી લેવાઈ હતી.
