કપાસિયા તેલ નહીં ખાવાનો અમરેલી પોલીસ વડાનો આદેશ

Tuesday 10th May 2022 15:20 EDT
 

અમરેલીઃ હૃદયરોગથી બચવા માટે અમરેલી જિલ્લામાં પોલીસ કંટ્રોલરૂમ દ્વારા તમામ પોલીસ મથકો તેમજ ડીવાયએસપી કચેરી વગેરેને કપાસિયા તેલ નહીં ખાવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.  અમરેલીના એસપીની સૂચનાથી કન્ટ્રોલ ઈન્ચાર્જ જે. આર. મહેતા દ્વારા અમરેલી જિલ્લામાં આવેલા તમામ થાણા અધિકારી, એલસીબી અને એસઓજી લગત તમામ બ્રાંચો, પોલીસ હેડ ક્વાર્ટર, ડીવાયએસપી, તમામ સીપીઆઈ વગેરેને મોકલવામાં આવેલા લેખિત મેસેજ મારફતે દૈનિક ખોરાક તથા નાસ્તામાં કપાસિયા તેલ હાનિકારક હોવાથી અને તેની સીધી અસર શરીર પર પડતી હોવાથી અને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા હોવાથી કપાસિયા તેલનો ખોરાકમાં ઉપયોગ ટાળવા માટે જણાવાયું છે.  આ મુદ્દે અમરેલીના એસપી હિમકર સિંહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કપાસિયા તેલ ન ખાવું એ પ્રકારનો કોઈપણ પરિપત્ર કરવામાં આવ્યો નથી પણ આ એક સજેશન છે. 


comments powered by Disqus