નાગપુરઃ દિલ્હીમાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિપક્ષી એકતાને ભારે મોટો આંચકો આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સમયે તેઓ વિપક્ષી મહા ગઠબંધનમાં જોડાવા માગતા નથી, સાથે કહ્યું કે મારૂં ગઠબંધન ૧૩૦ કરોડ ભારતીયો સાથે છે.
નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે, હું મહા ગઠબંધનને સમજી જ શકતો નથી. તે કયા પ્રકારનું રાજકારણ રમવા માગે છે, તે સમજાતું નથી. હું કોઈને પરાજિત કરવા માગતો નથી. હું ઇચ્છું છું કે દેશ જ વિજયી બને.

