અમદાવાદઃ પોરબંદરના ગોસાબારાનાં 600 માછીમારોએ ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી આપવા હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમા એવી રજૂઆત કરાઈ છે કે, ગોસાબારામાં 100 પરિવારો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. 100 પરિવારોના 600 સભ્યોને વર્ષ-2016થી સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા બોટ પાર્ક કરવા મામલે હેરાન કરવામાં આવી રહ્યા છે. માછીમારો દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં એવી પણ રજૂઆત કરાઈ છે કે, માછીમારી ન કરી શકે તેવા અવરોધો પણ ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે તેમની જીંદગી નર્કસમાન બની ગઇ છે. તેમની રોજીરોટી સામે સવાલ ઊભો થયો છે.

