ચીન સરહદે વિવાદ ચાલુ જ રાખવા માગે છેઃ સૈન્ય વડા

Tuesday 10th May 2022 16:12 EDT
 
 

નવી દિલ્હીઃ સૈન્ય વડા મનોજ પાંડેએ ચીનને ફરી એક વખત નિશાના પર લીધુ હતું. જનરલ પાંડેએ ચીન સાથેના દરેક વિવાદોમાં સરહદના વિવાદને મુખ્ય ગણાવી કહ્યું હતું કે ચીન સરહદનો વિવાદ ચાલુ રાખવા માગે છે. હાલમાં જ સૈન્યની જવાબદારી સંભાળનારા જનરલ પાંડેએ સોમવારે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
સૈન્ય વડા પાંડેએ કહ્યું હતું કે એવુ લાગી રહ્યું છે કે ચીન સરહદના વિવાદને ચાલુ જ રાખવા માગે છે. સૈન્ય પ્રમુખ તરીકે એલએસી પર શાંતિ જળવાઇ રહે તે મારી પ્રાથમિક્તા રહેશે. જોકે આવું માત્ર ભારતના પ્રયાસોથી શક્ય નથી થઇ શકે. જનરલ પાંડેએ વધુમાં કહ્યું હતું કે ભારતીય જવાનો પૂર્વી લદ્દાખમાં એલએસી પર પુરા આત્મવિશ્વાસ સાથે તૈનાત છે.
સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત પ્રક્રિયા ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે આગળનો રસ્તો પણ કાઢવામાં આવશે પણ સરહદે કોઇ અયોગ્ય હરકત સહન નહીં કરવામાં આવે. આ પહેલા પણ તેઓએ કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે ચીન સાથે વાતચીત શરૂ રહેશે પણ અમે સરહદે કોઇ પણ પ્રકારની વાંધાજનક હરકતને સહન નહીં કરીએ.


comments powered by Disqus