જામજોધપુર કેસમાં સંજીવ ભટ્ટની FRI રદ કરવાનો હાઈકોર્ટનો ઈનકાર

Tuesday 10th May 2022 15:17 EDT
 

અમદાવાદઃ જામનગર જિલ્લાના જામજોધપુરમાં વર્ષ 1990માં થયેલા તોફાન કેસમાં પોલીસ કસ્ટડીમાં મારવાના મુદ્દે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે ફરિયાદ થયેલી છે. આ ફરિયાદને રદ કરવા માટે સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસ કર્મીએ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દિધી છે. હાઈકોર્ટે ચૂકાદામાં નોંધ્યું કે, આ ઘટનાના સંદર્ભે અલગ-અલગ ત્રણ વર્ઝન રેકર્ડ પર છે. હાઈકોર્ટ આ કેસમાં કોઈ દખલ કરતી નથી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે તેઓને તેમના નિવાસસ્થાનેથી ઉઠાવવામાં આવેલા. જ્યાં તોફાનો થયેલા ત્યાં તેઓ હતા જ નહીં. પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેઓને માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ સંજીવ ભટ્ટના વકીલની રજૂઆત હતી કે, જામજોધપુરમાં થયેલા તોફાનો સમયે આ ફરિયાદ થયેલી છે. જેથી સીઆરપીસીની કલમ 132 હેઠળ સરકારી કર્મચારી  તરીકે તેમને રક્ષણ મળે છે. આ સમયે સ્થિતિને શાંત કરવા પગલા લીધા હતા, ભૂતકાળમાં ફરિયાદીએ રજૂઆત કરેલી કે તે ફરિયાદ રદ કરવા માંગે છે, જો કે બાદમાં તેણે આ નિર્ણય બદલ્યો હતો અને હાઈકોર્ટને જાણ કરી હતી. મહત્વનું છે કે આઈપીએસ સંજીવ ભટ્ટ 1990ના રમખાણો દરમિયાન જામજોધપુરમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.


comments powered by Disqus