દાઉદના સાગરીતોનાં 20 સ્થળે એનઆઈએના દરોડા, સુહૈલ ખંડવાનીની ધરપકડ

Tuesday 10th May 2022 16:11 EDT
 
 

મુંબઈ: અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ડી કંપની પર ફરી એકવાર નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી (NIA) ત્રાટકી છે અને દાઉદના શાર્પશૂટર્સ સહિત સાગરીતોના 20થી વધુ સ્થળ પર દરોડા પાડ્યા છે. NIA દ્વારા માહિમ અને હાજી અલી દરગાના ટ્રસ્ટી સુહૈલ ખંડવાની અને છોડા શકીલના સાળા સલીમ ફ્રુટવાલા તેમજ મહિમના અબ્દુલ કય્યૂમ નામની એક વય્ક્તિની પણ ધરપકડ કરાઈ છે. દાઉદના નિકટના મનાતા અનેક ડ્રગ પેડલર્સ તેમજ હવાલા ઓપરેટર્સ અને રીઅલ એસ્ટેટ મેનેજર્સ પર NIA દ્વારા સંગજો કસવામાં આવ્યો છે. લાકો ઘણા સમયથી NIAની રડારમાં હતા. જે કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે તે કેસમાં ઈડીએ અગાઉ એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ કરી છે. નવાબ મલિકની દાઉદની બહેન હસીના પારકર સાતેથી જમીન ખરીદવાનાં કૌભાંડમાં સંડોવણીને પગલે ધરપકડ કરાઈ છે. NIA દ્વારા છોટા શકીલ, હજાવેદ ચિકના, ટાઈગર મેમણ, ઈકબાલ મિર્ચી અને હસીના પારકરના સાગરીતો પર દરોડા પાડવામાં આવ્યા છે.


comments powered by Disqus