દુષ્કર્મ-હત્યાના પેપર કટિંગથી દેવી-દેવતાના આર્ટવર્ક બનાવતા વિવાદ

Tuesday 10th May 2022 15:59 EDT
 

વડોદરાઃ એમ.એસ. યુનિ.ની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં શુક્રવાથી સ્ટુડન્ટ આર્ટ વર્ક એક્ઝિબિશન યોજાવાનું છે ત્યારે એક્ઝિબિશનમાં બળાત્કાર અને હત્યાના પેપર કટિંગથી બનાવેલા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ વર્ક ડિસપ્લે કરવાના હતા. જેના કારણે કરોડો હિન્દુઓની લાગણી દુભાતી હોય યુનિ.ના સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીના કાર્યકરો દ્વારા ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમિયાન યુનિ. વિજિલન્સ-પોલીસ અને એબીવીપીના વિદ્યાર્થીઓનું ઘર્ષણ પણ થયું હતું. જેના પગલે એક સમયે ફેકલ્ટીને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. જોકે અંતે કેમ્પ્સ દ્વારા એક્ઝિબિશન મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આર્ટવર્કમાં હિન્દુ દેવી-દેવતાઓના કટઆઉટ ન્યૂઝપેપર કટિંગથી બનાવાયા, જેમાં મહિલા ઉત્પીડન અને બળાત્કાર જેવા સમાચારોનો સમાવેશ કરાયો છે. જેનાથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ સાથે સેનેટ-સિન્ડિકેટ સભ્યો
તેમજ એબીવીપીના કાર્યકરો દ્વારા હોબાળો મચાવાયો હતો.


comments powered by Disqus