જામનગરઃ જામનગરમાં ભાજપનાં પૂર્વ મંત્રીને ત્યાં આયોજિત ભાગવત સપ્તાહમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. 3 માસથી રાજકરણમાં જોડવા (કે ન જોડાવા) અંગે સસ્પેન્સ સર્જનાર નરેશ પટેલે આ જે પણ આ અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. પાટીલ પણ આ વિશે કશું બોલ્યા ન હતા.
પાટીલ અને પટેલના સંગમથી રાજકીય અટકળો તેજ બની હતી. જોકે નરેશ પટેલે બાદમાં એમ કહ્યું કે આયોજક દ્વારા આજે મને પુનઃ આમંત્રણ આપી પ્રદેશ ભાજપના પ્રમુખ આવતા હોઈ જામનગર આવવા આગ્રહ કરેલો, એટેલું હું અહીં આવ્યો છું. કોઈ રાજકીય ચર્ચા કરવાની હોય તો પબ્લિકમાં ના થાય. હજુ મેં કોઈ નિર્ણય કર્યો નથી. એટલે ભાજપમાં જોડાવા વિશે પણ કોઈ જવાબ આપી નહીં શકું. ચર્ચાઓ ખૂબ ચાલે છે. હું પણ ઇચ્છુ કે આ અટકળોનો જલ્દી અંત આવે. મારી નિર્ણયશક્તિ વિશે જે સવાલો ઉઠાવે ચે એમન મારે જવાબ આપવો નથી. મારા અગાઉના નિર્ણયોને સમાજ જાણે જ છે. નરેશ પટેલ વિશે પાટીલે કોઈ ટિપ્પણી કરી ન હતી.

