પટણા: ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ સંકેત આપી દીધા કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે. તેમણે કહ્યું કે બિહારમાં પરિવર્તન માટે નવા વિચારોની જરૂર છે. તેમણે કોઈ રાજકીય પક્ષની રચનાની જાહેરાત નહોતી કરી પરંતુ પોતાની યોજના વિશેની વાત કરી હતી. પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ બિહારમાં નવા વિચારો, પરિવર્તન અને સુરજના હિમાયતી છે. તેમણે કહ્યું કે હાલમાં તેઓ રાજકીય પક્ષની રચના નથી કરી રહ્યા પરંતુ 17 હજાર લોકો સાથે તે વિશે વાત કરશે. તમામ લોકો નવા પક્ષની રચના માટે તૈયાર છે તો પછી નવ પક્ષની રચના માટે તૈયાર થશે તો પછી નવા પક્ષની રચના માટે વિચારણા થશે. તે માત્ર મારો પક્ષ નહીં હોય પરંતુ જે લોકોની તેની રચનામાં યોગદાન કરશે તે બધાનો પક્ષ હશે. ખભેખભા મિલાવીને સાથે ચાલીશું. બિહારમાં હાલમાં ચૂંટણી નહીં હોવાથી પક્ષ રચના મુદ્દે કોઈ વાતચીત નહીં થાય જનસુરાજ માટે ગામે ગામ જઈને એક-એક લોકો સાથે સંપર્ક કરવામાં આવશે. પ્રશાંત કિશોરે બે ઓક્ટોબરથી બિહારના પશ્ચિમ ચંપારણથી 3,000 કિ.મી.ની પદયાત્રાનો આરંભ કરશે તેમ પણ જણાવ્યું હતું.

