ભાવનગરના મહારાજાને મરણોત્તર ભારતરત્ન આપવાની ઊઠી માગ

Tuesday 10th May 2022 15:11 EDT
 
 

મહુવા: ભાવનગર શહેર તેમનો 299મો જન્મદિવસ ઉજવણી પ્રસંગે તેમા ભાગીદાર થવા માટે દેશ દુનિયાના અનેક લોકો ભાગીદાર થયાં છે અને ભાવનગરને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે. મોરારિબાપુએ પણ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીને કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે. સાથોસાથ બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક સુચન સાથે લાગણી વ્યકત કરતા જણાવ્યુ છે કે આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરના જન્મદિવસ નિમિત્તે મારા મનમાં એક વિચાર જન્મે છે.
જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યો છું અને રહેવા ઇચ્છું છું પણ ભાવનગર રાજ્યના એક નાના ગામના નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના મહારાજા કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલુ તેવા નેક દિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ એટલું જ નહીં ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ તેવી આદરણીય લાગણી વ્યકત કરી હતી.


comments powered by Disqus