કન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ (CGS)ની દ્વિવાર્ષિક સામાન્ય સભા રવિવાર, 22 મે 2022 ના રોજ બપોરે 2:30 વાગ્યે એકતા ઓશવાલ સેન્ટર, 366A સ્ટેગ લેન, કિંગ્સબરી, લંડન NW9 9AA ખાતે યોજાશે.
સેક્રેટરી વિજયાબેન ભંડેરીએ જણાવ્યું કે, CGS પ્રમુખ લક્ષ્યો છે - ગુજરાતીના તમામ શિક્ષકોના વ્યાવસાયિક, શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવું. ગુજરાતી પૂરક શાળાઓની શિક્ષણ, નેતૃત્વ, અભ્યાસક્રમ, પરીક્ષાઓ, મૂલ્યાંકન, તાલીમ અને લાયકાત જેવી બાબતોમાં તેમના પ્રતિનિધિ તરીકે કાર્ય કરવું. આ સિવાય ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવા માટે અથાક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વિજયાબેને જણાવ્યું કે, ગુજરાતીમાં વર્ગો સંચાલિત કરતી કોઈ પણ સંસ્થા સભ્યપદનું ફોર્મ ભરીને અને સબ્સ્ક્રિપ્શનની ચૂકવણી કરીને સંસ્થાકીય સભ્ય બની શકે છે. કન્સોર્ટિયમની સામાન્ય સભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે સભ્ય સંસ્થાઓ તેમના ત્રણ સભ્યોને નોમિનેટ કરી શકે છે. વિજયાબેને જણાવ્યું કે યુકેમાં ગુજરાતી ભણાવતી તમામ શાળાઓ વિશે અમારી પાસે માહિતી હોવી જરૂરી છે. તમામ સંસ્થાઓ શાળા વિશેની માહિતીનો સારો પોર્ટફોલિયો તૈયાર કરે.
અધ્યક્ષ જયંતભાઈ તન્નાએ જણાવ્યું કે, 2022-2024 માટે સભ્યપદ અને શાળા માહિતી ફોર્મ AGM પછી મોકલાશે. GCSE અને A લેવલની ગુજરાતી પરીક્ષાઓ માટે પ્રવેશની ઓછી સંખ્યાને લઈને CGS ખૂબ જ ચિંતિત છે.
અમે તમામ ગુજરાતી વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રશિક્ષકો, સમુદાયના આયોજકો અને ટ્રસ્ટીઓ તેમજ ગુજરાતી અખબારો, અન્ય માધ્યમો, ગુજરાતી નિષ્ણાતો અને લેખકોને વિનંતી કરીએ છીએ કે તેઓ આપણી ગુજરાતી ભાષા - આપણા ભવિષ્યને બચાવવા માટે કૃપા કરીને અમારી સાથે જોડાય.
ખજાનચી રેખાબેન પટેલે જણાવ્યું હતું કે ઘણી ગુજરાતી સંસ્થાઓ છે જે ટેકો આપી શકે છે અને તમામ સમુદાયો પણ આગળ આવીને મદદ કરી શકે છે.
તમામ માતૃભાષાપ્રેમીને ‘ગુજરાત સમાચાર’ના વંદન
ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે આપનું પ્રિય અખબાર ‘ગુજરાત સમાચાર’ કાયમ સામાજિક જાગૃતિના પ્રયાસ કરી રહ્યું છે. કન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ દ્વારા ગુજરાતી ભાષા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે તેને અમે બિરદાવીએ છીએ અને સાથે છીએ. ભાષા યજ્ઞમાં સક્રિય રીતે જોડાવા બદલ સીજીએસના સક્રિય પદાધિકારીઓ, તમામ સ્કૂલો, શિક્ષકગણ અને માતૃભાષાપ્રેમીઓને ગુજરાત સમાચારના વંદન.
ગુજરાતી ભાષાના સંવર્ધન માટે તત્પર સૈનિકોની યાદી...
• અમિતભાઇ શાહ (HT, શિશુકુંજ હૈરો) • આશાબેન ચંદારાણા (Teacher, BAPS ગુજરાતી સંડે સ્કૂલ, નીસડન) • આશિષ પટણી (Website Manager), • અશ્વિનભાઇ સોની (CO ક્રોલી ગુર્જર હિંદુ યુનિયન) • ચંદુભાઈ હિરાણી (CO, Kingsbury - Swamibapa Gujarati School), • ચેતના ભટ્ટ-શાહ (Teacher, Aston Upon Lyne - Bhartiya Mandal School) • દીપશભાઈ માધાણી (Committee Member, Edgware - Maa Krupa Gujarati School), • દેવેંદ્રભાઈ કંદોઇ (CO, Leicester - BAPS Shri Swaminarayan Mandir),
• ધનુબેન વરસાણી (Teacher, London North West - Shishukunj Kenton Kendra), • ધત્રીબેન વ્યાસ (Teacher, Ashton Under Lyne - Shree Bhartiya Mandal Gujarati School), • દીપાબેન છત્રાલિયા (Teacher, Leicester - BAPS Shri Swaminarayan Mandir), • ગોપાલભાઈ પિંડોલિઆ (HT, London - Willesden - SKSS Temple Gujarati School) • હસ્વિનાબેન શાહ (HT, Shishukunj Finchley Gujarati) • જગદીશભાઈ દવે (Harrow), • જયંતિભાઈ તન્ના (CGS Chair, Harrow - Shishukunj), • જિજ્ઞાસા પટેલ (Teacher, Neasden - BAPS Gujarati Sunday School), • કલ્પનાબેન આચાર્ય (Teacher) • કામિનીબેન શાહ (Teacher) • કંચન શાહ (Teacher, Kenton - SKSS Kenton Gujarati School) • કંચનબેન કે. શાહ (Teacher, Harrow - Shishukunj London North West - OAUK NW Area Gujarati School) • મહેંદ્રભાઈ નાથદ્વારડાલા (Member) • મહેશભાઈ વી. શાહ (CO, London West - OAUK W Area Gujarati School) • નતાશાબેન પટેલ (Teacher, Wembley - Mandhata Youth & Community Association) • નવીનચંદ્ર કામાણી (CO, OAUK) • નીલેશભાઈ શાહ (CO, Oshwal - Education Committee), • નિમુબેન હારિઆ (Teacher, London North West - OAUK NW Area Gujarati School) • નિપુણભાઈ શાહ (CO, OAUK S Area Gujarati School) • પ્રભાબેન જીવન (HT, Wembley - Mandhata Youth & Community Association) • પ્રીતિબેન શાહ (Teacher, OAUK NW Area Gujarati School) • પુષ્પાબેન વેકરિયા (Teacher, Shishukunj Kenton Kendra) • રાધાબેન પટેલ (Individual member), • રસિલાબેન શાહ (Teacher, Edgware-Maa Krupa Gujarati Schol), • રેખાબેન પટેલ (Harrow - Shishukunj) • રેખાબેન પટેલ (Teacher) • રેખાબેન શાહ (CGS Committee Member, UK - Oshawal Association of UK - Trustee) • રેખાબેન શાહ (CO, Wembley - Mandhata Youth & Community Association) • રુચિબેન ત્રિવેદી (Teacher, Leicester-Sahkar)
• સરયુબેન પટેલ (CO, Neasden - BAPS Gujarati Sunday School) • શિવાનીબેન પટેલ (Head of admin / Deputy head, SKSS Kenton Gujarati School) • સોનલબેન આર. શાહ (CGS Committee Member, Harrow - Shishukunj) • તુષારભાઈ શાહ (CGS Committee Member, Oshawal Association of UK)
• ઉષાબેન શાહ (Teacher, OAUK W Area Gujarati School),
• વિભાબેન રાવલ (CGS Committee Member, Watford Hindu Gujarati School) • વિજયાબેન ભંડેરી (CGS Secretary, Edgware - Maa Krupa Gujarati School Gujarati Literary Academy)
• યશુબેન પટેલ (Teacher, Wembley - Mandhata Youth & Community Association)
(બધા મહાનુભાવોએ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સની 2020માં યોજાયેલી દ્વિવાર્ષિક સામાન્ય સભામાં હાજર રહીને અગત્યના સૂચનો કર્યા હતા.)

