મસ્જિદોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથી

Tuesday 10th May 2022 16:24 EDT
 
 

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અજાન પઢવી મૌલિક અધિકાર નથી. બદાયૂં નિવાસી ઈરફાનની અરજીને ફગાવતાં જસ્ટિસ બી.કે. વિદલા અને જસ્ટિસ વિકાસની બેન્ચે કહ્યું કે અજાન, ઈસ્લામનો અભિન્ન અંગ છે પરંતુ તેને લાઉડસ્પીકર પર પઢવી મૌલિક અધિકાર નથી. આ સંબંધમાં પહેલા પણ કોર્ટોએ ચુકાદા આપ્યા છે. નોંધનીય છે કે, ઈરફાને નૂરી મસ્જિદ માટે લાઉડસ્પીકર પર અજાનની મંજૂરી માંગી હતી પરંતુ બેન્ચે તેને નામંજૂર કરી દીધી.


comments powered by Disqus