જુનાગઢ ગીરનારની તળેટીમાં આવેલો ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી મહારાજ થોડા દિવસ પહેલા વડોદરાના કપુરાઇ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમા ગુમ થયા હતા. પોલીસ અને સેવકોની અલગ અલગ ટીમો મહારાજને શોધવા રાત દિવસ મહેનત કરતી હતી. મળસ્કે સાડા ત્રણ વાગ્યે મહારાજ મહારાષ્ટ્રના નાશિક ખાતે મનોર ચોકડી પાસેના બસ સ્ટેન્ડ નજીકેથી તેમના સેવકને મળી આવ્યા હતા. મહારાજને સમજાવીને તેઓ પરત વડોદરા લાવ્યા હતા. પોલીસની કાર્યવાહી પૂર્ણ કરીને સંતો અને સેવકો મહારાજને લઇને જુનાગઢ જવા રવાના થયા છે.
જુનાગઢના ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતીજી તા.૩૦ મી એપ્રિલે વડોદરા આવ્યા પછી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા હતા.૧ લી તારીખે સવારે તેમના આશ્રમના પરમેશ્વર ભારતી દ્વારા વાડી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. દરમિયાન નાશિકથી જવાહર ભાટા રોડ તરફ જતા મનોર ગામના ચાર રસ્તા પર આવેલા બસ સ્ટેન્ડ પરથી મહારાજ મળી આવ્યા હતા. સવારે સાડા ત્રણ વાગ્યે મહારાજ મળી આવ્યા હતા. વજુભાઇ મકવાણાએ મહારાજને મનાવીને પરત આશ્રમ લઈ આવ્યા હતા.

