નવીદિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ બ્રિટનમાં નેધરલેન્ડના રાજદૂતે આપેલા નિવેદનનો આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. ટીએસ તિરુમૂર્તિએ જવાબ આપતા કહ્યું કે કૃપા કરીને અમેન સલાહ આપો નહીં. ભારત જાણે છે કે શું કરવાનું છે. નેધરલેન્ડના રાજદૂતે કહ્યું કે, ભારતે યુક્રેન મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવો જોઇતો હતો. ગ્રેટ બ્રિટન અને ઉ. આયરલેન્ડ માટેના ઓસ્ટરોમના એક ટ્વીટના જવાબમાં તિરુમૂર્તિએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે. મહેરબાની કરીને અમને સલાહ ના આપશો.
